તંત્ર:ધો.12ની પૂરક પરીક્ષામાં પરીક્ષાર્થીઓ માટે એસટી વિભાગ 30 બસો દોડાવશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત બસ સેવા પૂરી પડાશે
  • સોમવારથી શરૂ થતી પરીક્ષા માટે આયોજન,રસ્તામાં ઊભેલા છાત્રોને લઇ લેવા આદેશ

મહેસાણા જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા તા.28 સપ્ટેમ્બરને સોમવારે યોજાશે. આ પરીક્ષાના કેન્દ્રો મહેસાણામાં હોઇ તાલુકા કક્ષાથી આવતાં પરીક્ષાર્થીઓને મહેસાણા સુધી આવવા અને જવા માટે એસટી વિભાગે 30 બસો ફાળવી છે. તેમજ બસના ચાલક અને કંડક્ટરને રસ્તામાં ઉભેલા પરીક્ષાર્થીઓને ફરજિયાત બેસાડવાની સાથે બસમાં બેસનાર દરેક પરીક્ષાર્થીનું થર્મલગનથી ટેમ્પરેચર ચકાસવા આદેશ કરાયો છે. સોમવારે સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત બસ સેવા પૂરી પડાશે.

મહેસાણાથી પરત તાલુકા કક્ષાએ જતી બસનો સમય

સ્થળસમય
બહુચરાજી5.15
વડનગર5.15
વિસનગર5.45
ખેરાલુ4.45
સતલાસણા4.45
ઊંઝા5.3
કડી5
જોટાણા6.15
વિજાપુર5.15

તાલુકા કક્ષાથી મહેસાણા આવતી બસનો સમય

ડેપોસવારેબપોરે
બહુચરાજી8.31
વડનગર8.31
વિસનગર 9.001.3
ખેરાલુ812.3
સતલાસણા7.312
ઊંઝા8.451.15
કડી8.10
જોટાણા8.31
વિજાપુર8.151

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...