તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચના:રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા માટે માગણી મુજબ એસટી બસો મૂકાશે

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 15મીથી શરૂ થતી પરીક્ષા અન્વય વિભાગીય નિયામકની સૂચના

જિલ્લામાં આગામી તા. 15 થી 28 જુલાઇ દરમ્યાન ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા દરમ્યાન વ્યવસ્થાઓ જાળવવા કલેકટર કચેરીએ શિક્ષણમંત્રીની વીડિયો કોન્ફરન્સ બાદ મહેસાણા એસ.ટી વિભાગીય નિયામક દ્વારા તમામ 12 ડેપોના અધિકારીની બેઠક યોજીને પરીક્ષા વ્યવસ્થામાં જરૂરીયાતમાં ત્વરિત એકસ્ટ્રા બસ દોડાવવા આદેશ કરાયો છે.જેતે કેન્દ્રના સંચાલક તરફથી રૂટની ડિમાન્ડ આવે તે રૂટમાં બસ સેવા શરૂ કરવા ડેપો મેનેજરને સૂચિત કરાયા હતા.

મહેસાણા એસ.ટી. વિભાગ દ્વારા મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, હારીજ, ચાણસ્મા, બહુચરાજી, કડી, કલોલ અને વિજાપુર ડેપો ખાતે વિદ્યાર્થીઓની એકસ્ટ્રા બસોનું આયોજન કરવા માટે મેળેલ બેઠકમાં નિયામક વિનુભાઇ ચૌધરીએ વિસ્તૃત સૂચનાઓ અપાઇ હતી. જિલ્લા અને તાલુકા કક્ષાએ શિક્ષણ વિભાગ કે શાળા કેન્દ્રોના આચાર્યો દ્વારા બસસ્ટેશન ખાતે માંગણી મળ્યેથી તરત બસની સુવિધા પુરી પાડવા સૂચિત કરાયા હતા.

વિદ્યાર્થીઓનો પરીક્ષા સમય સચવાઇ રહે તેવી રીતે બસની વ્યવસ્થા કરવા અને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવા ડેપો મેનેજરોને સૂચના આપી હતી. તમામ બસસ્ટેશન એરીયામાં ડેપો મેનેજરને શિક્ષણ વિભાગ પાસેથી કયા રૂટમાંથી કેટલા વિદ્યાર્થીઓ કયા કેન્દ્ર તરફ છે તેના ડેટા મેળવી બસ સંચાલન કરવા સૂચવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...