બસ અને બાઈક વચ્ચે અકસ્માત:પીલુદરા નજીક એસટી બસે બાઈકને ટક્કર મારી, બાઈક સવાર રોડ પર ફંગોળાતા ગંભીર ઈજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકામાં આવેલા પિલુંદરા રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સરકારી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં બસ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

બાઈક ચાલકને હોસ્પિટલમાં ખસેડાયો
મહેસાણા તાલુકામાં આવેલા પિલુંદરા ગામે રહેતા મહેન્દ્રભાઈ પોતાનું બાઈક લઈ ખેતરે જવા નીકળ્યા હતા. આ દરમિયાન તાવડીયા ગામથી પિલુંદરા ગામ નજીક જવાના રોડ પર એસટી બસના ચાલકે પુરઝડપે બસ ચલાવી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર ફંગોડાયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા રસ્તા પર ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં બાઈક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ બાઈક ચાલક મહેન્દ્રભાઈના માથાના ભાગે હેમરેજ તેમજ જડબાના ભાગે ફ્રેક્ચર થયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...