બસના કાચ તૂટી ગયા:ચાણસ્માથી સરખેજ જતી એસટી બસને મહેસાણા ટોલ ટેક્સ નજીક ટ્રકે ટક્કર મારી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

મહેસાણા શહેરને અડીને આવેલા મેવડ ટોલ બુથ પાસે આજે વહેલી સવારે સરખેજ જતી સરકારી બસને એક ટ્રક ચાલકે રિવર્સ ગિયર મારી દેતા બસને ટક્કર વાગતા બસને નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે તપાસ હાથ ધરી
ચાણસ્મા ડેપોની (GJ-18-Z-3496) નંબરની બસ સવારે પાંચ કલાકે ચાણસ્માથી સરખેજ જવા નીકળી હતી. મહેસાણાથી અમદાવાદ રોડ પર આવેલા મેવડ ટોલ નાકા પાસે સવારે સાત કલાકે બસની આગળ (RJ-19-GG-2991) ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરઝડપે રિવર્સ મારી દેતા સરકારી બસને ટક્કર વાગી હતી. ટક્કર વગવાને કારણે બસની આગળની લાઈટો અને આગળના કાચ તૂટી ગયા હતા તેમજ ટક્કર મારી ટ્રક ચાલક રફુચક્કર થઈ ગયો હતો. ત્યારબાદ સમગ્ર મામલે મહેસાણા તાલુક પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...