સાધનોની જાળવણીનો અભાવ:કડીમાં સરદારબાગમાં ભૂલકાઓ માટે મુકેલા રમત-ગમતના સાધનો બિસ્માર હાલતમાં, તંત્ર સામે લોકોમાં રોષ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદારબાગમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવા શહેરીજનોએ માંગ કરી
  • સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે

મહેસાણા શહેરમાં આવેલા સરદાર બાગને અદ્યતન બનાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કડી પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની લાપરવાહી ના લીધે લાખો રૂપિયાના ખર્ચ છતાં સરદાર બાગમાં મુકવામાં આવેલા ભૂલકાઓ માટેના સાધનો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારી રૂપિયાનો વ્યય થયો હોવાનું જાગૃત નાગરીકો માની રહ્યા છે. બાળકો માટે અનેક પ્રકારનાં રમત ગમતના સાધનો લાખો રૂપિયાના ખર્ચે ત્યાં મુક્વામાં આવ્યા છે પરંતુ આ બગીચાની કોઈ સાર સંભાળ રાખવામાં ના આવતા તમામ રમત ગમતના સાધનો હાલ બંધ હાલતમાં પડેલ જોવા મળી રહ્યા છે. તેની દેખરેખ કે સાર સંભાળ લેવા વાળુ કોઈ જાણે છે જ નહિ તેવું જોવા મળી રહ્યું છે.

સાધનોની હાલત જોઈ બાળકો નિરાશ થઈને પાછા જાય છે
શહેરમાં ગૌરી વ્રતનો પ્રાંરભ તથા આજુબાજુના વિસ્તારના લોકો બાળકો સાથે ત્યાં સાંજના સમયે રમત-ગમત માટે બાળકોને લઈને પરિવારજનો આવતા હોય છે પરંતું આ રમત-ગમતના સાધનો બંધ હાલતમાં પડી રહેતા બાળકો નિરાશ થઈને પાછાં વળતા જોવા મળી રહ્યા છે. સાથે સાથે બાળકો જે ઘરેથી ખુશીની સાથે નીકળતા હોય છે તે બાળકો આવા રમત-ગમતના સાધનો જોઈ નારાજગી વ્યક્ત કરીને પાછા ફરતાં જોવા મળી રહ્યા છે.
રમત ગમતના સાધનો તુટેલી હાલતમાં
કડીમાં આવેલા આ સરદારબાગ બગીચા નગરપાલિપાલકા સંચાલિત જાહેર બગીચામાં સુવિધાઓના અભાવે શહેરીજનો નગરપાલિપાલકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. વર્ષોથી બગીચામાં અનેક અસુવિધાઓ બાબતે નગરપાલિપાલકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. બગીચામાં બાળકોને રમવા માટે રમત ગમતના પુરતાં સાધનો નથી જે છે તે તુટેલી હાલતમાં છે. પીવાનાં પાણીની વ્યવસ્થા છે પણ પાણી પીવા માટે ગ્લાસની સુવિધા નથી અને ગંદકી કિચડ જોવાં મળે છે. ત્યાં લગાવેલા સ્ટ્રીટ લાઈટના થાંભલામાં વાયરીંગ માટે લગાવેલા બોક્સ જે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેના વાયરીંગના છેડા પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે કોઈ બાળક રમતું રમતું ભૂલથી પણ ત્યાં અડી જાય તો કરંટ લાગવાનો ભય સતાવી રહ્યો છે. પણ તંત્રને આવી ક્યાં બાબતો ધ્યાન આવે છે. લોકાપર્ણ કરીને ફોટો સેશન કરીને કામગીરી બતાવવામાં રસ છે પણ તેની સાર સંભાળ લેવા કોઈ જાણે તૈયાર જ નથી તેવું જોવા મળી રહ્યું છે.

અસુવિધા યુક્ત બગીચાઓ
વેકેશન દરમિયાન અને રજાનાં દિવસોમાં બાળકો બગીચામાં આવે છે. અને હાલ આ ગૌરી વ્રત ના કારણે આ બગીચામાં મોટી સંખ્યામા લોકો બાળકો સાથે આવતા હોય છે. પણ રમતગમતના સાધનો મોટાભાગના તુટેલી હાલતમાં છે જેથી બાળકોમા નિરાશા જોવા મળે છે ત્યારે અસુવિધા યુક્ત બગીચામાં બાળકો માટે રમત ગમતના સાધનો જે તુટેલી હાલતમાં છે તેનું રીપેરીંગ કરવામાં આવે અને રમત ગમતના સાધનોનો વધારો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નગરપાલિકા સંચાલિત બગીચામાં માટે અનેક ગ્રાન્ટ સરકારમાંથી આવતી હોય છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સદ્દઉપયોગ થતો નથી તેને કારણે હાલ શહેરના મધ્યમાં આવેલા બગીચાની આવી સ્થિતિ સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...