સરદાર પટેલ સેવાદળનું સ્નેહમિલન:મહેસાણામાં SPGનું સ્નેહમિલન યોજાયું, પાટીદાર અનામત આંદોલન અંગેના પ્રશ્નો બાબતે કરાઈ ચર્ચા

મહેસાણાએક મહિનો પહેલા
  • સરકારી માંગ નહિ સ્વીકારાય તો SPG બતાવશે વોટની તાકાત

મહેસાણામાં વિમલ પાર્ટી પ્લોટ ખાતે મહેસાણા જિલ્લા SPG ગ્રુપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે મહોત્સવ પણ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી પાટીદારો મહેસાણા ખાતે આવી પહોંચ્યા હતા.

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી પાસે આવેલા વિમલ પાર્ટી પ્લોટ ખાતે સરદાર પટેલ સેવાદળ (SPG) મહેસાણા જિલ્લા દ્વારા સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોરોના મહામારી દરમિયાન કામગીરી કરનારા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આગામી સમયમાં SPG ગ્રુપને વધુ મજબૂત કરવા તેમજ રાજકીય ક્ષેત્રે પાટીદારોને વધુમાં વધુ સત્તા મળે તે માટે આગામી દિવસોમાં મોટા કાર્યક્રમ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહેસાણા ખાતે યોજાયેલા SPGના સ્નેહ મિલન દરમિયાન જરૂરી મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ હતી. જેમાં પાટીદાર અનામત આંદોલનના પડતર પ્રશ્નોને લઈને સરકાર આગામી સમયમાં સમાજની માંગ પૂરી નહિ કરે, તો આગામી 2022ની વિધાનસભામાં પાટીદાર સમાજ પોતાના વોટની તાકાત બતાવશે તેમજ પરિણામ પણ કાંઈક અલગ આવશે તેવું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...