સાયબર ક્રાઈમ:SPGના અધ્યક્ષ લાલજી પટેલનું FB એકાઉન્ટ હેક કરી પૈસા માગ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મેસેજ કરી 2 લોકો પાસે 10 હજાર અને એક પાસે રૂ.20 હજાર માગ્યા
  • લાલજી પટેલે સાયબર ક્રાઈમ પોલીસમાં કાર્યવાહી માટે અરજી આપી

એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક કરી ફેસબુક મેસેન્જરથી મોબાઈલ નંબર ઉપર ફોન પે અને ગુગલ પેમાં પૈસાની માગણી કરાઇ હતી. ફેસબુક મિત્રોએ કરેલી જાણના પગલે તપાસ કરતાં 3 લોકો પાસે પૈસા માંગ્યા હોવાનું જાણવા મળતાં લાલજી પટેલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

સરદાર પટેલ ગૃપના અધ્યક્ષ લાલજી પટેલના નામે ફેસબુક મેસેન્જર ઉપર મેસેજ કરીને લાલજી પટેલના નામથી 9394047051 મોબાઈલ નંબર ઉપર ફોન પે અને ગુગલ પેમાં પૈસા માગવાની શુક્રવારે રાત્રે ઘટના બની હતી. 2 લોકો પાસે રૂ.10 હજાર અને એક પાસે રૂ.20 હજારની માગણી કરી છેતરપિંડીનો પ્રયાસ કરાયો હતો.

આ અંગે મિત્રોએ જાણ કર્યા બાદ લાલજી પટેલે તપાસ કરતાં હકીકત સાચી પડી હતી. લાલજી પટેલે તાત્કાલિક ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપમાં મેસેજ કરી તમામ મિત્રોને પૈસા માગતો મેસેજ ફેક હોવાની જાણ કરી હતી. બાદમાં શનિવારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

લીંકના પુરાવા મળ્યા બાદ તપાસ કરાશે
લાલજી પટેલે માત્ર અરજી આપી છે. છેતરપિંડી થયાની યુઆરએલ (લીંક) નહીં આપી હોવાથી ફેસબુકમાં લાલજી પટેલના નામના હજારો નામ હોવાથી લીંકના પુરાવા મળ્યા બાદ આગળ તપાસ કરાશે તેમ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...