ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન:મહેસાણામાં ટીબીના દર્દીઓ માટે વિશેષ કામગીરી, સરકારની સાથે સેવાભાવી સંગઠનનો પણ સહકાર મળતા સકારાત્મક પરિણામ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં નિઃશુલ્ક દવાઓ ઉપરાંત ખોરાક સહિતની સેવા મળતા ટીબીના કેસનો રિકવરી રેટ સારો જોવા મળ્યો
  • મહિલા સંગઠન ટીબીના દર્દીઓને આપે છે ફૂડ કીટનું દાન

દેશમાં ચાલી રહેલી ક્ષયરોગ નાબુદી માટેની લડતમાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે મહેસાણા જિલ્લામાં ટીબીની સારવાર સાથે દર્દીઓની સેવામાં સેવાભાવી સંગઠનોનો સહકાર પણ મહત્વનો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ટીબીના દર્દીઓ સ્લમ વિસ્તારમાંથી સામે આવતા હોઈ સરકાર દ્વારા દરેક દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ અને સારવાર સાથે દવાઓ આપવામાં આવે છે.

આ રોગના દર્દીને ઝડપી સ્વસ્થ થવા અને મોતના મુખમાં જતા બચાવવા દવા ઉપરાંત સારા ખોરાકની જરૂરિયાત હોય છે. જેથી સરકાર દ્વારા દર મહિને 500 રુપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો મહેસાણામાં ટીબીના દર્દીઓની ચિંતા કરતા સેવાભાવી મહિલા સંગઠન દ્વારા 6 વર્ષથી દરેક દર્દીઓને ફૂડ કીટનું દાન કરવામાં આવી રહ્યું છે.

મહેસાણા ONGCની મહિલાઓ દ્વારા સેવાહી ધર્મ માની ટીબીના દર્દીઓને દર ત્રણ મહિને ફૂડ કીટ આપવામાં આવી રહી છે. આમ 2025 સુધી ટીબી રોગ પર નિયંત્રણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અહવાનને પગલે મહેસાણા જિલ્લામાં ટીબી હારેગા દેશ જીતેગાના અભિયાનને સરકાર અને સેવાભાવી લોકો દ્વારા બખૂબી રીતે આગળ ધપાવતા ટીબીના કેસનો રિકવરી રેટ સારો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...