તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી:ઉત્તર ગુજરાતની 89371 હેક્ટરમાં વાવણી, 56% વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણામાં સાૈથી વધુ 25795 હે.,સાૈથી ઓછુ અરવલ્લીમાં 6113 હે.વાવણી

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વાવણી શરૂ થયાના ત્રણ સપ્તાહના અંતે 89371 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. મહેસાણામાં સાૈથી વધુ 25795 હેક્ટરમાં, સાૈથી અોછુ અરવલ્લીમાં 6113 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. અા ઉપરાંત સાબરકાંઠામાં 25033 હેક્ટરમાં, બનાસકાંઠામાં 19791 હેક્ટરમાં અને પાટણમાં 12639 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે.અત્યાર સુધીની કુલ વાવણીમાં કપાસની વાવણી 50072 હેક્ટરમાં થઇ ચૂકી છે. અેટલે કે, કુલ વાવણીના 56% વિસ્તારમાં માત્ર કપાસનું વાવેતર થયું છે.

કૃષિ નિષ્ણાંતોના મત્તે કપાસની ગત સિઝન ખેડૂતોને સારા ભાવ મળવાના કારણે અા વખતે વાવણી વધી છે. તેમજ 21532 હેક્ટરમાં મગફળીની વાવણી થઇ છે. જે કુલ વિસ્તારના 24% હિસ્સો છે. અા ઉપરાંત ઘાસચારાનું 12341 હેક્ટરમાં, શાકભાજીનું 3781 હેક્ટરમાં, તુવેરનું 635 હેક્ટરમાં, સોયાબીનનું 330 હેક્ટરમાં, મકાઇનું 240 હેક્ટરમાં, ગુવારનું 237 હેક્ટરમાં, બાજરીનું 129 હેક્ટરમાં, મગનું 37 હેક્ટરમાં, અડદનું 30 હેક્ટરમાં તલનું 5 હેક્ટરમાં અને દિવેલાનું 2 હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. કૃષિ નિષ્ણાંતોના મત્તે તાજેતરમાં સાર્વત્રિક સારા વરસાદના કારણે અાગામી 2 સપ્તાહમાં વાવણીનો વિસ્તારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે..

ઉ.ગુ.માં અંદાજ સામે 5.62% વિસ્તારમાં વાવણી
જિલ્લોઅંદાજવાવણીટકાવારી
મહેસાણા288627257958.93%
પાટણ332726126393.79%
બનાસકાંઠા532474197913.71%
સાબરકાંઠા2316232503310.80%
અરવલ્લી20267461133.01%
કુલ1588124893715.62%
(વાવેતર વિસ્તાર હેક્ટરમાં)
અન્ય સમાચારો પણ છે...