તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવણી શરૂ:ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સિઝનમાં 15.88 લાખ હેક્ટરના અંદાજ સામે પ્રથમ સપ્તાહે 5566 હેક્ટરમાં વાવણી

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કપાસ, મગફળી, , ઘાસાચારા અને તુવેરની વાવણી સાથે ચોમાસુ વાવણી શરૂ

ઉત્તર ગુજરાતમાં મે મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને જૂનમાં પ્રિ-મોનસૂનમાં સારા વરસાદના કારણે ચાલુ સાલે એક સપ્તાહ વહેલી ચોમાસુ વાવણી શરૂ થઇ છે.

ચાલુ સિઝનમાં ચોમાસું સારૂ રહેશે તો ઉત્તર ગુજરાતની 15.88 લાખ હેક્ટરમાં વાવણી થવાનો અંદાજ કૃષિ વિભાગે મુક્યો છે. સિઝનના પ્રથમ સપ્તાહમાં 5566 હેક્ટરમાં વાવણી થઇ છે. પાક પ્રમાણે થયેલી વાવણીની સ્થિતિ જોઇએ તો, 3604 હેક્ટરમાં કપાસનું, 1018 હેક્ટરમાં ઘાસચારાનું, 584 હેક્ટરમાં મગફળીનું, 348 હેક્ટરમાં શાકભાજીનું અને 12 હેક્ટરમાં તુવેરની વાવણી થઇ ચુકી છે.

47 પૈકી 18 તાલુકામાં હજુ વાવણી બાકી
ચોમાસુ વાવણીના પ્રથમ સપ્તાહમાં ઉ. ગુના 47 પૈકી 29 તાલુકામાં વાવણી શરૂ થઇ છે. 18 તાલુકામાં વાવણીની શરૂઅાત થઇ નથી. જેમાં મહેસાણા અને અરવલ્લી જિલ્લાના તાલુકામાં વાવણી શરૂ થઇ ગઇ છે. જ્યારે પાટણ જિલ્લાના 9 પૈકી 5 તાલુકા, બનાસકાંઠા જિલ્લાના 14 પૈકી 11 તાલુકા અને સાબરકાંઠા જિલ્લાના 8 પૈકી 2 તાલુકામાં હજુ વાવણીની શરૂઆત થઇ નથી.

ચોમાસુ સિઝનમાં 17 પ્રકારના પાકોની વાવણી થશે
ઉ. ગુ.માં ચોમાસુ સિઝનમાં 17 પ્રકારના પાકોની વાવણી થશે. પ્રથમ સપ્તાહમાં 5 પ્રકારના પાકોની વાવણી થઇ છે. વરસાદનું પ્રમાણ વધશે તેમ તેમ પાકોની વાણી પણ વધશે. સિઝનના અંતે ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર અને મકાઇ, કઠોળ પાકોમાં તુવેર, મગ, મઠ અને અડદ, તેલીબીયાં પાકોમાં મગફળી, તલ, દિવેલા અને સોયાબીન, રોકાડીયા પાકોમાં કપાસ, તમાકુ અને ગુવાર તેમજ શાકભાજી અને ઘાસાચારાની વાવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...