તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:ઉત્તર ગુજરાતમાં અંદાજ સામે 86.15% વાવણી પૂર્ણ, સૌથી વધુ બનાસકાંઠામાં 92.45%, મહેસાણામાં 77.40% થયું

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચણાની વાવણી ગત વર્ષ કરતાં બમણી થઇ, રાયડો અને વરિયાળીનું વાવેતર પણ વધ્યું
 • ચણા, રાઇ, જીરૂ અને વરિયાળીની વાવણી લગભગ પૂરી, ગત વર્ષ કરતાં 40,928 હેક્ટર વાવણી વધી

ઉત્તર ગુજરાતમાં સિઝનની 86.15% વાવણી પૂર્ણ થઇ છે. ત્યારે મુખ્ય પાકોમાં ચણા, રાઇ, જીરૂ અને વરિયાળીની વાવણી પણ લગભગ પૂર્ણ થઇ છે. ગત વર્ષની સરખામણીએ 4 પાકોની સરેરાશ વાવણી 40,928 હેક્ટરમાં વધી છે. જેમાં ચણાની વાવણી ગત વર્ષ કરતાં બમણી થઇ છે. જ્યારે રાઇમાં 31407 હેક્ટર અને વરીયાળીમાં 1639 હેક્ટરમાં વાવણી વધી છે.

બીજી બાજુ આ વખતે ખેડૂતોએ જીરાની વાવણીથી મોંઢુ ફેરવ્યું હોય તેમ ગત વર્ષની સરખામણીએ 20709 હેક્ટર વાવણી ઘટી છે. 5 જિલ્લાની વાવણીની સ્થિતિ જોઇએ તો, બનાસકાંઠામાં 92.45%, અરવલ્લીમાં 89.22%, પાટણમાં 84.90%, મહેસાણામાં 77.40% અને સાબરકાંઠામાં 72.31% વાવણી પૂર્ણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો