ભાસ્કર વિશેષ:ઉ.ગુ.માં 16 નગરપાલિકા હસ્તકની 73 જગ્યાએ સોલાર પાવર પ્લાન્ટ નખાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીયુડીસીએલ દ્વારા સોલાર પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ

ગાંધીનગર ઝોનમાં આવતી ઉત્તર ગુજરાતની 16 નગરપાલિકાઓમાં પાણી પુરવઠા યોજના અને ગટર વ્યવસ્થા હાલ એસ.ટી, એલ.ટી વિજ જોડાણથી ચાલી રહી છે. આ કામગીરીને સોલાર પાવર આધારીત સંચાલીત કરવા તથા પાલિકાની માલીકીના અન્ય અનુકુળ બાંધકામ સ્થળો પર પણ સોલાર પાવર પ્લાન્ટ લગાવવા જી.યુ.ડી.સી.એલ દ્વારા પાલિકાઓને સૈધ્ધાતિક મંજૂરી આપવામાં આવી છે અને કન્સલ્ટન્ટ મારફતે સર્વે કરાવી ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટની કામગીરી કરાવવા પાલિકાઓની સંમતિ મળ્યે એમ હવે ઉ.ગુની પાલિકાઓના સુચિત 73 સ્થળોએ સોલાર પેનલ માટે સર્વૈ કામગીરી આરંભાશે.

મહેસાણા નગરપાલિકાએ સર્વે માટે સંમતિ દર્શાવતો જી.યુ.ડી.સી.એલને પત્ર કરી દેવાયો હોઇ સંભવિત એક મહિનામાં એજન્સીરાહે સુચિત સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ માટેની સર્વે કામગીરી પૂર્ણ થશે. ત્યારે પાણીના સમ્પ અને ગટરના પમ્પીગ સ્ટેશનોમાં વપરાતા વીજ બીલનું ભારણ સોલાર પેનલ લાગ્યા પછી હળવુ થશે.

મહેસાણા પાલિકાના CO અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, જીઇબીના વીજ જોડાણથી પાણીના ટ્યુબવેલ,સમ્પ,ગટરના પમ્પીંગ સ્ટેશન તેમજ અન્ય બાંધકામ સ્થળોએ વીજ વપરાશ થતો હોય ત્યાં સોલાર એનર્જી પ્રાપ્ત થાય તે માટે પાલિકા દ્વારા સોલાર પાવર પ્લાન્ટના સુચિત સ્થળોનો પ્રોજેક્ટ જીયુડીસીએલમાં કરાયો હતો,જેમાં 5 સ્થળોની મંજુરી આપેલી છે.જેમાં એએચએ સોલાર પ્રા.લી. સર્વૈ કરીને જીયુડીસીએલમાં રજુ કરશે અને ત્યારપછી ચકાસણી કરીને પાલિકા સુચિત માલિકીના વિવિધ સ્થળે સોલાર પેનલ લાગશે.

મહેસાણામાં આ સ્થળે કેટલા કિલો વોટ લોડની ડિમાન્ડ મંજૂર
મહેસાણા પાલિકાને સધીમાતા સમ્પ 383, મહાશક્તિ સમ્પ 335, બસસ્ટેશન સામે વોટરવર્કસ 315, નાગલપરુ સમ્પ 225 અને ટાઉનહોલ 360 કિલો વોટ લોડ ડિમાન્ડની પ્રોજેક્ટમાં GUDCL દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ઉ.ગુ ની પાલિકાઓ અને સ્થળો

પાલિકા ​​​​​​​સ્થળ
ઊંઝા16
વિસનગર11
મહેસાણા5
વડનગર3
ખેરાલુ3
વિજાપુર2
કડી2
પાલનુપુર3
થરાદ3
ધાનેરા3
થરા1
ઇડર1
પ્રાંતિજ1
સિદ્ધપુર11
ચાણસ્મા7
પાટણ1
કુલ73

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...