ધરપકડ:જગુદણમાં સરકારી પ્રોજેક્ટની આડમાં માટી ચોરી: 3 ડમ્પર,1 હિટાચી ઝડપાયું

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માટી ચોરી થતી હતી તે દરમિયાન તંત્ર ત્રાટકતાં દોડધામ મચી હતી. - Divya Bhaskar
માટી ચોરી થતી હતી તે દરમિયાન તંત્ર ત્રાટકતાં દોડધામ મચી હતી.
  • મદદનીશ ભૂસ્તર અધિકારીની ટીમે રેડ કરી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • ખેતસીમ વિસ્તારમાંથી સાદી માટી ઉલેચીને વાહનો મારફતે લઇ જવાતી હતી

મહેસાણાના જગુદણ ગામમાં સરકારી પ્રોજેક્ટની આડમાં રોયલ્ટી વગર સીમ વિસ્તારમાંથી બિન અધિકૃતરીતે માટીનું ખનન કરી ઉલેચી લઇ જવાતી હોવાની બાતમી મળતાં ગુરુવારે સવારે મદદનીશ ભુસ્તર અધિકારી સહિતની ટીમે ખાનગી વાહનમાં સ્થળ પર રેડ કરી બિન અધિકૃત માટી ખનન અને વહનમાં એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પર મળી કુલ રૂ. એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને મહેસાણા કચેરીએ લઇ જવાની તજવીજ કરાઇ હતી.

જગુદણ વિસ્તારમાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યુ છે. સરકારી પ્રોજેક્ટની આડમાં ખેતસીમ વિસ્તારમાંથી સાદી માટી ઉલેચીને લઇ જવાતી હોવાની બુમરાડ ઉઠી હતી. જિલ્લા મદદનીશ ભૂસ્તર અધિકારી મીત પરમારને સવારે ખાનગી બાતમી મળતાં ટીમ ખાનગી વાહનમાં જગુદણ દોડી ગઇ હતી.સાદી માટી ખનન કરતું એક હિટાચી મશીન તેમજ માટી ઉલેચી લઇ જવાના કામે ત્રણ ડમ્પર મળી આવ્યા હતા અને કામગીરી કરતાં શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતાં રેલવે પ્રોજેક્ટની આડમાં માટી લઇ જવાતી હોવાનું ધ્યાને આવ્યુે હતું.રોયલ્ટી વગર બિન અધિકૃત રીતે સાદી માટી ખોદકામ અને વહનમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમે હિટાચી સહિત ચાર વાહન જપ્ત કરાયા હતા,જેમાં હિટાચી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે લઇ જવા અને ત્રણ ડમ્પર કલેકટર કચેરી સંકુલ લઇ જવા તજવીજ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...