ફરાર આરોપી ઝડપાયો:ઊંઝામાં ઘરફોડ ચોરીને અંજામ આપી એક વર્ષથી ફરાર આરોપીને એસઓજી ટીમે દબોચી લીધો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા બસ સ્ટોપ પાસેથી આરોપીને ઝડપી વધુ તપાસ માટે ઊંઝા પોલીસને સોપ્યો છે

ઊંઝા પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ ઘરફોડ ચોરીને અંજામ આપી તસ્કર ફરાર થયો હતો. જે મામલે ઊંઝા પોલીસ મથકમાં આરોપી સોની નવીનભાઇ વિરુદ્ધ ઘરફોડ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે કેસનો આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. જોકે, મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે આરોપીને ઝડપી લીધો છે.

મહેસાણા એસઓજી ટીમને આ કેસ અંગે બાતમી મળી હતી કે ,આરોપી સોની નવનિભાઈ અમદાવાદ અથવા રાજકોટ બાજુ હોવાની વિગતો મળી હતી. જેથી એસઓજી ટીમ આરોપીને ઝડપવા સતત વોચમાં હતી જ્યાં પોલીસને બાતમી મળી હતી કે આરોપી સોની નવીનભાઈ રાજકોટ થી વડનગર જવા બસમાં બેઠો છે અને આરોપી મહેસાણા બસ સ્ટોપ પાસે ઉતરતાજ એસઓજી ટીમે તેણે દબોચી લીધો હતો. આરોપીને ઝડપયા બાદ વધુ તપાસ માટે ઊંઝા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...