રેડ:કડીમાં ભાજપના નગરસેવકના ઘરમાં ચાલતા જુગારધામ પર SOG ત્રાટકી, 18 ખેલી ઝબ્બે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કડી પાલિકાના નગરસેવક કલ્પેશ નાયકના નવાપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં રેડ
  • 25 હજાર રોકડા, બે ગાડી સહિત 13 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો

મહેસાણા એસઓજીની ટીમે સોમવારે કડી નગરસેવક કલ્પેશ નાયકના ઘરમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું હતું. પોલીસે 18 જુગારીઓને ઝડપી રૂ.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. ભાજપના નગરસેવકના ઘરમાંથી જુગારધામ પકડાતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

કડી શહેરના નવાપુરા વિસ્તારમાં ભાજપના નગરસેવક કલ્પેશ નાયક ઉર્ફે કપ્પુના રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ દિલીપ ચૌધરીને મળેલી ખાનગી બાતમી આધારે પીઆઇ ભાવેશ રાઠોડ અને પીએસઆઇ વિનોદસિંહ રાઠોડની ટીમે સોમવારે મોડી સાંજે જુગારધામ પર રેડ કરી હતી. પોલીસે મકાનને કોર્ડન કરી જુગાર રમી રહેલા 18 જુગારીઓને રૂ.25 હજાર રોકડા, બે ગાડી સહિત રૂ.13 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પકડાયેલામાં 18માં 7 મહેસાણાના, 4 અમદાવાદના, 3 શંખેશ્વરના
1.કલ્પેશ અરવિંદભાઈ નાયક ઉર્ફે કપ્પુ રહે.કડી
2.ચંદ્રકાંત ખેમચંદભાઈ જીવનાની રહે.અમદાવાદ
3.પટેલ ચિરાગ નરેન્દ્રભાઇ રહે.અમદાવાદ
4.ઝાલા જગુભા પોપટસિંહ રહે.મહેસાણા
5.કુરેશી ઈબ્રાહીમ મલુકભાઈ રહે.જૈનાબાદ
6.પરમાર રાજીવ ગણપતભાઈ રહે.અમદાવાદ
7.કુરેશી મહેબુબ અલ્લારખા રહે.જૈનાબાદ
8.ઠાકોર ભરતજી કનુજી રહે.શંખેશ્વર
9.ઠાકોર બેચરજી બચુજી રહે.શંખેશ્વર
10.મલેક મુખત્યાર મહેબુબખાન રહે.વિરમગામ
11.ઝાલા દાદુજી બાલજી રહે.શંખેશ્વર
12.ઠાકોર જયંતીજી મંગાજી રહે.મહેસાણા
13.ઇમરાન રફિકભાઈ શેખ રહે.મહેસાણા
14.અશફાક અજીજભાઈ શેખ રહે.મહેસાણા
15.ઠક્કર કેયુર પ્રકાશભાઈ રહે.અમદાવાદ
16.પ્રજાપતિ રાજીવ રમેશચંદ્ર રહે.મહેસાણા
17.ફરીદખાન ગુલાબખાન પઠાણ રહે.મહેસાણા
18.મીર અલીયારખાન જીવણખાન રહે.મહેસાણા

અન્ય સમાચારો પણ છે...