શોધખોળ:ભુજના ત્રણ શખ્સોને ચરસ-ડ્રગ્સ વેચનાર મહેસાણાના સમીરને શોધવા SOG દોડી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એસઓજીની બે ટીમો દ્વારા સઘન શોધખોળ

ભુજમાં ચરસ અને એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા ત્રણ પેડલરોએ મહેસાણાથી ડ્રગ્સ ખરીદ્યું હોવાની કબૂલાત કરતાં વેચાણ કરનાર સમીર નામના શખ્સને ઝડપી લેવા મહેસાણા એસઓજીની બે ટીમો કામે લાગી છે. ભુજના શેખપીર ત્રણ રસ્તા નજીક કારમાંથી મામદ ઉર્ફે નવાબ ગુલામ હુસેન સુમરા સહિત ત્રણ શખ્સોને પોલીસે રૂ.96 હજારના ચરસ અને રૂ.7000ના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.

પૂછપરછમાં આ ચરસ અને ડ્રગ મહેસાણાના સમીર નામના શખ્સ પાસેથી ખરીદી વાયા અમદાવાદ થઈ ભુજ પહોંચ્યા હોવાની કબૂલાત કરી હતી. જેને પગલે મહેસાણા એસઓજીની 2 ટીમો ડ્રગ્સ વેચનાર સમીર નામના શખ્સને શોધી ઝડપી લેવા શનિવાર સવારથી જ દોડતી થઈ હતી અને જુદા જુદા વિસ્તારમાં વર્કઆઉટ કર્યું હતું. મહેસાણા શહેરમાં ડ્રગ્સ અને ચરસનું વેચાણ થતું હોવાનું ખુલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...