તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વડનગરના સિપોરમાંથી SOGએ એક શખ્સને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોતાના ઘર માં ગાંજો રાખી વેચતો હોવાની બાતમી મળતા રેડ કરી

વડનગર તાલુકા ના સિપોર માંથી મહેસાણા એસ.ઓ.જી ટીમે ગેરકાયદેસર ગાંજા ના જથ્થા સાથે બાતમી આધારે એક ઈસમ ને ઝડપી લીધો હતો તેમજ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વડનગર તાલુકા ના સિપોર ગામ માં નવી પોળ માં રહેતો ઉપાધ્યાય કિશોરભાઈ નટવરલાલ જે પોતાના મકાન માં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી ને વેચતો હોવાની બાતમી મહેસાણા એસ,ઓ,જી સ્ટાફ ને મળી હતી જેથી પી, આઈ, બી.એચ.રાઠોડ અને તેમનો સ્ટાફ સાથે મળી બાતમી વાળી જગ્યા પર રેડ પાડી હતી એ દરમિયાન ગાંજો વેચનાર ઈસમ ને ઝડપી લેવામાં આવ્યો હતો બાદ માં પોલીસે વધુ તપાસ કરતા 3 કિલો ગાંજો જેની કિંમત રૂ 30300 અને રોકડ રકમ રૂ ,6090 તેમજ 2 ફોન જેની કિંમત 1000 પોલીસે કબ્જે લીધા હતા. પોલીસે ગાંજા મામલે વધુ પૂછપરછ કરતા ગાંજા નો જથ્થો આરીફ નામનો ઈસમ ગાંજો આપી ગયા હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ઈસમ ને ઝડપી તેનો કોવિડ ટેસ્ટ કરાવી બને ઈસમો વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...