સાપે ભારે કરી:મહેસાણા GIDCમાં પાર્ક કરેલા ટેમ્પોના દરવાજામાં સાપ ઘૂસ્યો, 2 કલાક બાદ દરવાજાનો ભાગ તોડી સાપનું રેસ્ક્યુ કરાયું

મહેસાણા15 દિવસ પહેલા
  • મશીનની મદદથી દરવાજો તોડવો પડ્યો

મહેસાણા શહેરમાં આવેલ દેડિયાસણ જીઆઇડીસીમાં આજે એક ગાડીમાંથી સાપ નીકળતા અફરાતફરી મચી જવા પામી હતી. બાદમાં મશીનની મદદથી ગાડીનો દરવાજો તોડી સાપનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે છોડી મુકવામા આવ્યો હતો.

મહેસાણા ખાતે મોઢેરા રોડ પર આવેલ દેડિયાસન જીઆઇડીસી પાછળ નીલકંઠ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગેટ નંબર બે પાસે એક કારખાના બહાર છોટા હાથી ટેમ્પો પાર્ક કરેલો હતો. જેમાં ડ્રાઈવર બેસવા જતા જ દરવાજાની અંદર સાપને જોઈ ચોંકી ઉઠ્યો હતો. ગાડીમાં સાપ હોવાની જાણ થતાં આસપાસના કારીગરોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાડીના દરવાજામાં સાપ ફસાઈ ગયો હોવાના કારણે કેટલાક પાર્ટસ કાઢીને સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, સાપ બહાર ના નીકળતો હોવાના કારણે મશીનની મદદથી દરવાજાનો કેટલો ભાગ કાપી સાપનું રેસ્ક્યૂ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...