ચોરી:કડીમાં શાકમાર્કેટની પાસે આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી, 1 લાખથી વધુ કિંમતના માલસામાનની ચોરી કરી તસ્કરો થયા ફરાર

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ કુલ રૂપિયા 1 લાખ 23 હજારની ચોરી કરતા દુકાનદારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • તસ્કરો વિમલના અને બીડીઓના કટા ઉઠાવી ગયા

કડી શહેરમાં તસ્કરો બેફામ બન્યાં છે. ત્યારે કડી શહેરમાં વધુ એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કડી શહેરમાં શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી તસ્કરોએ કરીયાણા અને કોસ્મેટિક્સના માલસામાનની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ 1 લાખથી વધુની કિંમતના માલસામાનની ચોરી કરી છે. ત્યારે દુકાન માલિકે આ મામલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં શાકમાર્કેટ વિસ્તારમાં આવેલી તિરુપતિ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ભવ્ય સેલ્સ નામની દુકાનમાં ચોરીની ઘટના બની છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે વેપારીએ દુકાનમાં માલ સમાન મંગાવ્યો હતો જે માલ સમાન પોતાની દુકાનમાં મૂકી મોડી રાત્રે તેઓ ઘરે ગયા હતા. આ દરમિયાન વહેલી સવારે દુકાન પર આવતા તેમણે પોતાની દુકાન પર લાગેલું તાળું તૂટેલી હલાતમાં જોઈ ચોકી ઉઠ્યા હતા.

વેપારીએ દુકાનમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તસ્કરોએ દુકાનને નિશાન બનાવી ચોરી કરી છે. દુકાનમાથી તસ્કરોએ સાત વિમલના કટા, સોપારીના કટા, વોસિંગ પાવડર નિરમાના 2 કટા મળી કુલ અલગ-અલગ માલસામાન ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું હતું. તસ્કરોએ કુલ 1 લાખ 23 હજાર 225નો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. વેપારીએ સમગ્ર મામલે કડી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...