તસ્કરોનો ત્રાસ:મહેસાણાના મેડાઆદરજ ગામ ખાતે આવેલી છાત્રાલયમાંથી તસ્કરો તિજોરી, લોખંડના પલંગ ઉઠાવી ગયા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલત માં પડેલી છાત્રાલયમાં ચોરી
  • છાત્રાલયના પ્રમુખે બાવલું પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી

મહેસાણા જિલ્લાના બાવલુ પાસે આવેલા મેડા આદરજની એક બંધ હાલતમાં પડેલી છાત્રાલયમાંથી અજાણ્યા તસ્કરો તિજોરી, લોખંડના પલંગ ચોરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં સમગ્ર મામલે બાવલું પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમાં પોલીસના ચોપડે વધુ એક ચોરીની ઘટના દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે બાવલું પાસે આવેલા મેડા આદરજ ગામમાં સંત રોહિદાસ કુમાર છાત્રાલયમાંથી તસ્કરો તિજોરી, લોખંડના પલંગ ઉઠાવી ગયા હતા. નોંધનીય છે કે આ છાત્રાલય 2018થી આજદિન સુધી બંધ હાલતમાં પડેલી છે. તેમજ છાત્રાલયના જરૂરી ફાઇલ અને કાગળિયા તિજોરીમાં મુકવામાં આવેલા છે.

જેમાં છાત્રાલયના પ્રમુખ જ્યારે મુલાકાતે ગયા હતા, એ દરમિયાન તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રૂમમાં મુકેલી એક તિજોરી અને લોખંડના ચાર પલંગ તેમજ તિજોરીમા મુકેલા જરૂરી દસ્તાવેજના કાગળો અને ઘરઘંટી અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે. જે મામલે છાત્રાલયના પ્રમુખે હાલમાં બાવલું પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ચોરીને લઈને ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...