મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલ પ્રતાપનગર અને રાતેજ ONGC વેલ પરથી રાત્રી દરમિયાન અજાણ્યા કોઈ તસ્કરો કેબલ કાપી 25 HP અને 725 RPM ની ઇલેક્ટ્રોનિક મોટરો ચોરી ફરાર થયા સમગ્ર મામલે બેચરાજી પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ છે.
મહેસાણા જિલ્લામાં ONGC ની કુલ 950 જેટલી વેલ આવેલ છે જેમાં બેચરાજી તાલુકામાં આવેલ પ્રતાપનગર સીમમાં આવેલ GGS-1 વેલ નંબર 162 પર સિક્યુરિટી પેટ્રોલીગ પર હતી એ દરમિયાન ચેક કરતા વેલ પરથી તસ્કરી કેબલ કાપી મોટર ચોરી કરી લઇ ગયા હોવાનું જાણવા મળ્યું બાદમાં આગળ બેચરાજી GGS2 રાતેજ ગામની સીમમાં આવેલ વેલ નંબર 157 પર તપાસ કરતા ત્યાં પણ તસ્કરો કેબલ કાપી મોટર ચોરી ગયા હતા.આમ એક 25 HP અને 725 RPM ની ઇલેક્ટ્રોનિક મોટર મળી કુલ 2 લાખ 66 હજાર ની મોટરો અજાણ્યા કોઈ તસ્કરો ચોરી કરી ફરાર થયા બેચરાજી પોલીસ મથક માં ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.