તસ્કરોએ આંગણવાડી પણ ન છોડી:મહેસાણાના વડ્સમાં ગામની આંગણવાડીમાં તસ્કરો ગેસનો બાટલો અને 3 તેલના ડબ્બા ચોરી ગયા

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરવા આવેલ તસ્કર બ્લેક દુપટ્ટો આંગણવાડીમાં ભૂલી ગયો

મહેસાણા તાલુકામાં આવેલા વડ્સમાં ગામની આંગણવાડીમાં અજાણ્યા કોઈ તસ્કરે દરવાજાના તાળા તોડી ગેસનો બાટલો અને ત્રણ તેલના ડબ્બા ચોરી ફરાર થઈ ગયો હતો.સમગ્ર મામલે લાઘણજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા તાલુકામાં આવેલા વડ્સમાં ગામની આંગણવાડીમાં બાળકોને જમાડવા માટેનો સમાન મુકવામાં આવ્યો હતો.જેમાં રાત્રી દરમિયાન અજાણ્યું કોઈ તસ્કર લોખંડના દરવાજે લગાડેલ તાળા તોડી આંગણવાડી માંથી ગેસનો બાટલો અને ત્રણ તેલના ડબ્બા ચોરી ફરાર થઈ ગયો હતો.જોકે ચોરી કરવા આવેલ તસ્કર પોતાનો કાળો દુપટ્ટો આંગણવાડીમાં ભૂલી ગયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલમાં કુલ 9 હજારના મત્તાની ચોરી અંગે આંગણવાડીના કાર્યકરે અજાણ્યા તસ્કર વિરુદ્ધ લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...