ચોરી:મહેસાણાના પાલજ ગામે તસ્કરો ટ્યુબવેલ પરથી 45 ફૂટ લાંબો કેબલ ચોરી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે કેબલ ચોરોને ઝડપવા કિસાન સંઘે પોલીસમાં રજૂઆત કરી હતી

મહેસાણા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ગામડાઓના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખેતરોમાં ટ્યુબવેલ પરથી કેબલો ચોરી જવાની ઘટનાઓ ચાલુ રહી છે. જેમાં વધુ એક ચોરીની ઘટના મહેસાણા તાલુકાના પાલજ ગામેથી સામે આવી છે જયાં ગામમાં આવેલા ખેતરમાં અજાણ્યા તસ્કરો ટ્યુબવેલ પરથી 45 ફૂટનો વાયર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મહેસાણા તાલુકામાં આવેલા પાલજ ગામમાં વિષ્ણુભાઈ પટેલના ખેતરમાં આવેલા બોર પર અજાણ્યા તસ્કરો ઘૂસી આવી ખેતરના ટ્યુબવેલ ચાલુ કરવામાં વપરાતું સ્ટારટર અને બોર પર લાગેલો 45 ફૂટ લાંબો કેબલ મળી કુલ 34 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. આ મામલે ફરિયાદી એ સાંથલ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહત્વનું છે કે, ગઈકાલે જ આ બાબતે ભારતીય કિસાન સંઘ દ્વારા આ મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી હતી અને કેબલ ચોરી કરતા આરોપીને ઝડપી લેવામાં આવે અને નાઈટ પેટ્રોલીંગમાં વધારો કરવા ખેડૂતોએ રજૂઆત કરી હતી. જેના બીજા જ દિવસે ચોરી થતા ખેડૂતો પણ રોષે ભરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...