મહેસાણામાં તસ્કરો બેફામ બન્યા છે ત્યારે ચોરીના કેસો સતત વધી રહ્યા છે. જેમાં વધુ એક ચોરીનો બનાવ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં નાગલપુર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી તસ્કરો શટર તોડી કોપરના કેબલ વાયર મળી કુલ રૂ. 1 લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થયા છે.
મહેસાણામાં આવેલા નાગલપુર ગામમાં તલાટીની ઓફિસની બાજુમાં લાઈટ ડેકોરેશનનો સામાન મુકવાના ગોડાઉનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. જેમાં આગળનું શટર તોડી ઊંચુ કરી બધો સામાન અસ્તવ્યસ્ત કરી તસ્કરો કોપરના કેબલ તથા અન્ય લાઇટિંગને લગતા નાના મોટા વાયરો મળી કુલ રૂ. 1 લાખ 50 હજારના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. હાલમાં આ મામલે વિશાલ પટેલે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરી મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.