તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Smugglers Smashed The Back Wall Of A Grocery Shop In Vadnagar And Seized 14 Cans Of Oil Worth Rs. One Lakh 32 Thousand Were Stolen And Fled

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વડનગરમાં કરિયાણાની દુકાનની પાછળની દિવાલ તોડી તસ્કરો તેલના 14 ડબ્બા સહિત રૂ. એક લાખ 32 હજારની ચોરી કરી ફરાર થઇ ગયા

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દુકાન મલિક સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા અને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો

મહેસાણા જિલ્લાના વડનગરમાં રાત્રી દરમિયાન એક કરિયાણાની દુકાનમાં પ્રવેશી અજાણ્યા ઈસમો દુકાનનો સમાન વેરવિખેર કરી કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેથી દુકાન માલિકે વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વડનગરમાં આવેલા વલાસણા ચોકડી નજીક આવેલા ડી.એસ કોમ્પ્લેક્ષમાં ભગારામ હબતારામ રાયકા જે આશાપુરા ટ્રેડિંગ કંપની નામની દુકાન ભાડે રાખીને કરિયાણાની ચીઝ વસ્તુનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. દુકાન મલિક સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા અને વહેલી સવારે દુકાન ખોલવા ગયા તે દરમિયાન દુકાનનો બધો સામાન વેરવિખેર પડેલો જોતા દુકાન મલિક ચોકી ઉઠ્યા હતા.

તેમણે દુકાનમાં તપાસ કરતા દુકાનની પાછળના ભાગે ચોરો દ્વારા દિવાલમાં હોલ પાડીને દુકાનમાં પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. દુકામમાં માલ સમાનની ગણતરી કરતા માલુમ પડ્યું હતું કે ચોરો 14 જેટલા તેલના ડબ્બા અને 12 જેટલા ઘીના ડબ્બા સહિત કાજુ, બદામ, જેવી અનેક વસ્તુઓ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું જેથી દુકાનમાં આશરે એક લાખ 32 હજાર ની મત્તાની ચોરી થયાનું સામે આવ્યું હતું. જેથી દુકાન માલિકે વડનગર પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો