તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કડીના દેવુસણા ગામના સરપંચના ઘરમાં તસ્કરો ત્રાટકયા, 1 લાખ 72 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાંથી ચોરો LED Tv પણ ઉઠાવી ગયા

કડી તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે. કડીમાં લૂંટ, ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ચુકી છે. શહેરી વિસ્તારોમાં તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરો બેફામ બન્યા છે, કડીના દેવુસણા ગામના સરપંચના ઘરમાં જ ચોરો ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

કડી તાલુકાના દેવુસણા ગામના સરપંચના ઘરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. સરપંચ સાંજે જમીને પોતાના વાડામાં ઢોરને બાંધવા માટે ગયા હતા, ત્યારે પોતાના દીકરાના મકાનમાં તાળું મારેલું જોયું હતું. જ્યારે વહેલી સવારે ઉઠીને સરપંચ પોતાના ઘરે જઈ રહ્યા જતા ત્યારે તેમના ભાઈએ આવીને કહ્યું કે, તમારા દીકરાના ઘરનો દરવાજો ખુલ્લો છે. જેથી સરપંચ પોતાના દીકરાના ઘરે જઈ તપાસ કરતા મકાનના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો.

ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, લોકરના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મુકેલી હતી જેમાં દોઢ તોલાની સોનાની ચેન જેની કિંમત 45 હજાર રૂપિયા, સોનાની બુટી જુમર, જેની કિંમત 45 હજાર રૂપિયા તેમજ અન્ય સોના ચાંદીના દાગીના એક એક 32 ઇંચ નું LED tv અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1 લાખ 72 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. તેમજ ઘરમાં બધો સામાન પણ વેરવિખર કરી નાખ્યો હતો જેથી સમગ્ર ઘટના મામલે કડી પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...