ચોરી:વિજાપુરના જેકે એગ્રીકલ્ચર કોલ્ડ સ્ટોરેજમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ સહિત 1.80 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરી બાદ તસ્કરો સીસીટીવી કેમેરાનુ ડીવીઆર પણ ઉઠાવી ગયા

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે દિવાળી ટાણે વધુ એક ચોરીનો બનાવ જિલ્લાના વિજાપુરમાંથી સામે આવ્યો છે. જેમાં એક કોલ્ડ સ્ટોરેજમાં રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. ઓફિસનું લોક તોડી સીસીટીવ કેમેરાનું ડીવીઆર અને રોકડ રકમ સહિત કુલ 1 લાખ 86 હજારનો મુદ્દામાલ ઉઠાવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા ગવાડા મલોસન રોડ પર આવેલા જેકે એગ્રીકલ્ચર કોલ્ડ સ્ટોરેજમાં રાત્રી દરમિયાન કેટલાક તસ્કરોએ અંધારાનો લાભ ઉઠાવી સ્ટોરેજમાં પ્રવેશ કર્યો હતો. ઓફિસનું તાળું તોડી તિજોરીમાં મુકેલા 1 લાખ 80 રોકડા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર તસ્કરો ઉઠવી ગયા હતા. તસ્કરો કુલ 1 લાખ 86 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે કોલ્ડ સ્ટોરેજના માલિકે વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...