ચોરી:મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સોસાયટીમાં પાર્ક કરેલું પીકઅપ ડાલુ તસ્કરો ઉઠાવી ગયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીકઅક પાર્ક કરીને માલિક સુઇ ગયાને પાછળથી તસ્કરો ઉઠાવી ગયા

મહેસાણા શહેરમા તસ્કરો બેફામ બન્યા છે. શહેરમાં તસ્કરો સક્રિય બનતા અનેક સ્થળે ચોરીના બનાવો વધી રહ્યા છે. જેમાં મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સોસાયટીમાં પાર્ક કરેલા પીકઅપ ડાલાની ચોરી કરી અજાણ્યા તસ્કરો ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.

મહેસાણા શહેરમાં શોભાસણ રોડ પર આવેલી ચીસ્તીયા સોસાયટીમાં રહેતા ઇમરાન શાહ જેઓ પીકઅપ ડાલું ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓએ બહાર ગામ પોતાની પીકઅપ ડાલામા કેરી ખાલી કરી ગાડી સાંજે પોતાના સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં પાર્ક કરી હતી અને સાંજે પોતાના ઘરે જઇ સુઈ ગયા હતા.

આ દરમિયાન અજાણ્યા ઈસમો સોસાયટીમાં પ્રવેશ કરી પીકઅપ ડાલાની ચોરી કરી રફુચક્કર થયા હતા. વહેલી સવારે ફરિયાદી ગાડી લેવા જતા ગાડી નજરે ન પડતા આસપાસના વિસ્તારમાં તપાસ આદરી હતી, પરંતુ ગાડી ક્યાંકન મળતા આખરે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પીકઅપ ડાલના ચોરી અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...