તસ્કરો બેફામ:બેચરાજીના ડાભસર રોડ નજીક તસ્કરો ખેડૂતના ખેતરમાંથી એરંડાની 25 બોરીઓ ઉઠાવી ગયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત પરિવાર રાત્રે જમીને સુઇ ગયો અને તસ્કરો હાથફેરો કરી ગયા

મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. દિવસેને દિવસે ચોરીના બનાવો વિવિધ પોલીસ નોંધાઈ રહ્યા છે. ત્યારે બેચરાજી પંથકમાં આવેલા એક ખેતરમાં તસ્કરો રાત્રી દરમિયાન એરંડાની 25 જેટલી બોરીઓ ચોરી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. હાલમાં આ મામલે ખેડૂતે બેચરાજી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બેચરાજીમાં આવેલા અકબા ગામ નજીક ડાભસર ચોકડી રોડ ઉપર આવેલા ખેતરમાં ખેડૂત પરિવાર જમી પરવારીને રાત્રે સૂઈ રહ્યો હતો. એ દરમિયાન કેટલાક તસ્કરો અંધારાનો લાભ લઇ ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને 25 જેટલી એરંડાની બોરીઓ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.

વહેલી સવારે ખેડૂત પરિવાર જ્યારે ઉઠ્યો એ દરમિયાન બોરીઓ ઉપર નજર જતા 25 જેટલી એરંડાની બોરીઓ ઓછી જણાતા તેઓએ આસપાસ તપાસ કરી હતી. તેમજ ખેતરમાં કેટલી જગ્યાએ એરંડા ફેલાયેલા જોવા મળ્યા હતા. આમ બોરીઓ ચોરી થઈ હોવાની જાણ થતાં બેચરાજી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...