તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:લૉકડાઉનમાં તસ્કરો ધંધે વળગ્યા, રૂ.2.94 લાખનો સામાન ચોરી ફરાર

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધાંધુસણમાં એલએન્ડટી પ્રોજેક્ટના સ્ટોર્સમાં ચોરી
 • 27 સીલીંગ ફેન સહિત ઇલેકટ્રીક સામાન ઉઠાવી ગયા

લૉકડાઉન દરમિયાન ધાંધુસણ ગામે એલએન્ડટી કન્સ્ટ્રકશન કંપનીના સ્ટોર્સનું તાળું તોડી તસ્કરો રૂ.2.94 લાખની કિંમતનો ઇલેકટ્રીક સામાન ચોરી ગયા હતા.જેમાં જૂનો પંખો અને સીલીંગ ફેનના પાંખિયા ચોરી ગયા હતા. મહેસાણા તાલુકાના ધાંધુસણ ગામની સીમમાં આવેલી એલએન્ડટી કન્સ્ટ્રકશન કંપનીમાં કામ કરતા દિલીપભાઇ પટેલે ગત શુક્રવારે કંપનીના સ્ટોર્સ આસીસ્ટન્ટ મેનેજર કિનવાર બિભયકુમાર સિંઘને ફોન કરી કંપનીના સ્ટોર્સ વિભાગમાં નં.1ના રૂમનો નકૂચો તૂટેલો હોવાની જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અહીં વેખવિખેર પડેલા સામાનની ચકાસણી કરતાં27 સીલીંગ ફેન, 1.82 લાખના સિંગલ કોર સ્કેવર કેબલ, 20 ટ્યુબલાઇટો,48 લેમ્પ, 35 હોલ્ડર,75 જંકશન બોક્ષ,કલર ભરેલી 3 ડોલ, સેફ્ટી સ્યુઝમી 20 જોડી, કલર મિશ્રણનું મશીન મળી કુલ રૂ.2.94 લાખનો મુદ્દામાલ ચોરી ગયાનું ખુલ્યું હતું.આ અંગે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો