મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગામડાઓમાં તસ્કરો બેફામ બન્યા છે. હજુ તો પોલીસ ટ્યુબવેલ પર ચોરી કરતા તસ્કરોને ઝડપવા નિષફળ રહી છે, ત્યારે બીજી બાજુ હેડુવા ગામ અને સામેત્રા ગામની સીમમાંથી યુ.જી.વી.સી.એલના કેબલો ચોરી જવાની ઘટના સામે આવી છે.
મહેસાણા તાલુકામાં આવેલા હેડુઆ ગામમાં આવેલા વિરમગામ રેલવે ટ્રેક પાસે અજાણ્યા તસ્કરોએ વીજ ટ્રાંનસફોર્મરને નીચે પાડી તસ્કરો તેમાંથી વીજ કનેક્શનમાં કેબલ તેમજ વીજ મીટરની ચોરી કરી હતી. જેમાં 85 લીટર ઓઇલ અને એલ્યુમિનિયમની કોઈલો તસ્કરો ચોરી રફુચક્કર થયા હતા.
બીજી બાજુ તસ્કરો સામેત્રા ગામની સીમમા પણ ચોરી કરી હતી, જેમાં સામેત્રા બાયપાસ રોડથી કરશનપુરા ગામ તરફ જતા ડામરના રોડ પાસેથી ટ્રાન્સફોર્મરમાંથી 130 લીટર ઓઇલ જમીન પર ઢોળી નુકશાન કર્યું હતું, આમ બે સ્થળે તસ્કરોએ ચોરીકરી કુલ 17 હજાર 276 ના મુદ્દામાલની ચોરું કરી રફુચક્કર થયા હતા. આ મામલે હાલમાં મહેસાણ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.