ચોરી:કડી-દેત્રોજ રોડ પર આવેલી સત્યમ કોટન ઇન્ડસ્ટ્રીમાં તસ્કરો પંખા, કોમ્પ્યુટર સહિતનો સમાન લઇને ફરાર

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસી ચોરવાનો પ્રયાસ કર્યો, પણ નિકળ્યું નહીં
  • કડી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓ રોકેટ ગતિએ વધી રહી છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના કડી સીટીમાંથી સામે આવી છે. કડી દેત્રોજ રોડ પર સત્યમ કોટન ઇનસ્ટ્રીઝની ઓફિસમાં તસ્કરો પ્રવેશ કરી ઓફિસમાં લગાવેલા પંખા સહિતનો સામાન ચોરી રફુચક્કર થઈ ગયા હતા. જે મામલે કડી પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

કડી દેત્રોજ રોડ પર આવેલી સત્યમ કોટન ઇન્ડસ્ટ્રીમાં પટેલ કનુભાઇની એક ઓફિસ આવેલી છે. જેમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ઓફિસનું તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં લગાવેલા 2 પંખા, એક કોમ્પ્યુટર સેટ 2, પાણીનું એક કુલર તસ્કરો ઓફિસમાંથી ચોરી ફરાર થયા હતા જ્યારે એસી કાઢવા જતા એસી નીકળ્યું નહોતું. સમગ્ર મામલે વહેલી સવારે ઓફિસના માલિકને ચોરી અંગે જાણ થતાં તેઓએ કડી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે કુલ 20 હજાર 600ના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...