તસ્કરો બેફામ:કડીમાં ઇન્દ્રાડ નજીક આવેલી કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલમાંથી તસ્કરો 11 લાખના કોપર વાયર લઇ ફરાર

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાના 11 દિવસ બાદ ચોરી અંગે ફરિયાદ નોંધાઈ

કડી તાલુકામાં આવેલા ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલા કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલના ગોડાઉનમાં તસ્કરો પ્રવેશ કરી ગોડાઉનમાં મૂકેલા કોલર વાયરના બંડલો અને કોપર રિવેટ અને કોપરપીન વગેરે કુલ 11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે.

કડી તાલુકાના ઇન્દ્રાડ ગામની સીમમાં આવેલા કમલા અમૃત ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાંમાં 29 એપ્રિલના રોજ ગોડાઉનના પાછળના ભાગે તસ્કરોએ પતરા તોડી પાડી તેમાંથી કોપરની ચોરી કરી હતી. તસ્કરો રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં ગોડાઉનમાં પ્રવેસ કરી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ગોડાઉનમાંથી 11 લાખ 95 હજાર 337 રૂપિયાના કોપર વાયરના બંડલો,કોપર રિવેટ અને કોપરપીન મળી લાખો રૂપિયાના મતાની ચોરી કરી ફરાર થયા હતા. હાલમાં પોલીસે cctvની મદદથી ચોરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...