મહેસાણામાં 'પુષ્પા' સક્રિય:ખેરાલુમાં પાંચ સ્થળે ખેતરના શેઢા પર ઉગેલા ચંદનના ઝાડ કાપી તસ્કરો રફુચક્કર

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ખેતરમાં 50 વર્ષ જૂના ચંદનને કાપીને તસ્કરો લઇ ગયા

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકામાં અલગ અલગ વિસ્તારમાં ચંદનના ઝાડની ચોરી થયાની ઘટના સામે આવી છે. ત્યારે એક જ રાતમાં પાંચ સ્થળે તસ્કરો કટરો દ્વારા ઝાડને કાપીને રફુચક્કર થઈ ગયા હતા. હાલમાં આ મામલે ખેરાલુ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ખેરાલુ તાલુકામાં અવારનવાર ચંદનના ઝાડની ચોરી અંગેની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ખેરાલુ નજીક આવેલ કેનાલ પાસે ખેતરોના શેઢા પર બે ચંદનના ઝાડ રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો મશીનથી કાપી ફરાર થયા હતા. જોકે, એક જ રાતમાં ગામના દેસાઈ કલ્પેશ બાબુભાઇ, દેસાઈ ધર્મેશ, દેસાઈ કમલેશ, દેસાઈ અશોક અને દેસાઈ રમીલાબેનના ખેતરોમાં અજાણ્યા ઈસમો કટર વડે ચંદનના ઝાડ કાપી ફરાર થઈ હતા.

હાલમાં આ મામલે ફરિયાદી રમીલાબેન દેસાઈના ખેતરમાં બે ચંદનના ઝાડ કાપી કુલ 30 હજાર કિંમતના ચંદનના વૃક્ષ કાપી તસ્કરો ફરાર થયા મામલે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...