સાઈલેન્સર ચોરી:સ્વીફ્ટ ગાડી લઈને આવેલા તસ્કરોએ ગોઝારિયા અને આખજ ગામમાં ચાર ઈકો ગાડીને નિશાન બનાવી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકામાં ફરી એકવાર સાઇલેન્સર ચોર સક્રિય થયા છે. ત્યારે લાઘણજ પોલીસ મથકમાં સાઇલેન્સર ચોરીને લઈ કુલ 4 ફરિયાદ નોંધાઈ છે. જેમાં એકજ રાતમાં લાઘણજ અને અખાજ ગામમાં પાર્ક કરેલ ચાર ઇકો ગાડીઓના સાઇલેન્સર ચોરી તસ્કરો રફુચક્કર થઈ ગયા છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈ સ્થનિકોએ ગામોમ લાગેલા CCTV તપાસ કરતા બે ગામોમાં રાત્રી દરમિયાન અજાણી સ્વીફ્ટ ગાડી જોવા મળી હતી.

મહેસાણા તાલુકામાં આવેલા ગોઝારીયા ગામે આવેલ મોટી પોળમાં રહેતા પટેલ રણછોડ ભાઈ પોતાની ગાડી પાર્ક કરી હતી. જે ગાડીનું સાઇલેન્સર રાત્રે અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા.ઘટનાની જાણ ગામમાં રહેતા અન્ય વ્યક્તિઓને થતા જાણવા મળ્યું કે ગામમાં અન્ય બે ઇકોના સાઇલેન્સર પણ ચોરાયા છે.ત્યારે રણછોડ ભાઈએ દિવ્ય ભાસ્કર ને ફોન પર જણાવ્યું કે અમારા ગામમાં રોહિત વાસમાં રહેતા મહેરિયા વિશાલ ગોવિંદ ભાઈ અને પરામાં રહેતા જીગ્નેશ પટેલ ની ઇકો ગાડીના સાઇલેન્સર પણ ચોરાયા છે.ત્યારે હાલમાં ગોઝારીયા ગામમાંથી 45 હજાર કિંમતના ત્રણ સાઇલેન્સર ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે.

આખજ ગામમાં પણ તસ્કરો સાઇલેન્સર ચોરી ગયા
આખજ ગામમાં રહેતાં પટેલ વિષ્ણુ ભાઈએ દિવ્ય ભાસ્કર ને જણાવ્યું કે સવારે સાડા સાત કલાકે હું મારી ગાડી ચાલુ કરવા ગયો એ દરમિયાન ગાડીમાં અલગ જ આવવા આવતા તપાસ કરતા ગાડીમાં સાઇલેન્સર જ નહોતું બાદમાં સમગ્ર મામલે ગામના લોકોનો જાણ કરતા ગામમાં પગેલા cctv તપાસ કરતા રાત્રી દરમિયાન એક સ્વીફ ગાડી ગામમાં આવી હતી જોકે આજ ગાડી ગોઝારીયા ગામમાં પણ રાત્રી દરમિયાન cctv માં કેદ થતા હાલના ગાડી ચાલક અને તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...