ચોરીનો ભેદ ઉકેલાયો:તસ્કરો ચોરી કરેલી ઈકો ગાડી રીપેર કરાવવા મહેસાણા લાવ્યાં, LCBએ ગાડી સાથે એકને ઝડપી લીધો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં રહેતા એક વેપારી પોતાની દુકાન આગળ રાત્રિ દરમિયાન ઇકોગાડી પાર્ક કરીને પોતાના ઘરે ગયા હતા. ત્યારે રાત્રે બે કલાકે કોઈ તસ્કરો ઇકોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મહેસાણા બી ડિવિઝનમાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે, ગણતરીના દિવસોમાં મહેસાણા એલસીબીની ટીમે ચોરી થયેલી ઇકો સાથે એક તસ્કરને મહેસાણા દૂધ સાથે ડેરી પાસેથી ઝડપી પાડ્યો હતો.
ચોરીની ગાડી રીપેર કરાવવા આવતા તસ્કર ઝડપાયો
મહેસાણા માલગોડાઉન રોડ પરથી ઇકોની ચોરી કર્યા બાદ ગાડી રસ્તામાં બંધ થઈ જતા તસ્કરોએ ગાડીની નમ્બર પ્લેટ કાઢી ગાડીમાં મૂકી દીધી હતી. બાદમાં ગાડી રીપેર કરાવવા માટે મહેસાણા દૂધસાગર ડેરી પાસે આવેલા ઓવર બ્રિજ નીચે ગાડી મુકવામાં આવી હતી. જે મામલે મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ. એ.કે.વાઘેલાની ટીમને બાતમી મળતા તપાસ કરી હતી.

પોલીસે આગળની તપાસ હાથ ધરી
એલસીબીની ટીમને તપાસ દરમિયાન ગાડીમાંથી દિનેશ બીસનોઈ નામનો આરોપી મળી આવ્યો હતો, જેણે પોલીસ તપાસ દરમિયાન કબૂલાત કરી હતી કે, તેની સાથે નરેશ બીસનોઈ અને સાવલારામ બીસનોઈ ત્રણે ભેગા થઈ રાત્રી દરમિયાન ઇકો ગાડીનું લોક તોડી ગાડીની ચોરી કરી હતી. સમગ્ર મામલે વોન્ટેડ આરોપીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તેમજ ચોરી કરેલી ઇકો અને આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...