તસ્કરો બેફામ બન્યા:મહેસાણાની કલ્પના પેપર પ્રોડક્શન કંપનીમાં તસ્કરો ઘૂસ્યા, કંઈ હાથ ન લાગતા તોડફોડ કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલી જીઆઇડીસી ફેસમાં પેપર પ્રોડક કરતી કંપનીમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તસ્કરોને હાથે કાઈ ન લાગતા તેઓએ કંપનીમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

CCTV કાઢી તમામ કેબલ તોડી નાખ્યાં
શહેરના મોઢેરા રોડ પર આવેલી જી.આઈ.ડી.સી ફેઝ 1 માં કલ્પના પેપર પ્રોડક્શન નામની ફેકટરીમાં રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી કરવાના ઇરાદે શટરના તાળા તોડી અંદર ઘુસ્યા હતા. તસ્કરોએ ફેકટરીની ઓફિસની તિજોરી તોડી નાખી હતી. તેમજ સમગ્ર ઘટના કેદ ના થાય એ માટે CCTV પણ કાઢી તમામ કેબલ તોડી પાડયા હતા. જોકે, ફેકટરીમાંથી કઈ હાથ ન લાગતા તસ્કરોએ ઓફિસના કાચ તોડી નાખ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલાની જાણ ફેકટરીના વેપારીને થતાં તેઓ ફેકટરીમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા કોઈ વસ્તુ ચોરી થઈ ન હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે રિપલ શાહ નામના વેપારીએ અજાણ્યા તસ્કરો સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...