તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉઠાંતરી:ખેરાલુમાં ટ્રેકટર રીપેરીંગ કરાવવાનું બહાનું કાઢી તસ્કર ખાટલામાં બેઠો, વેપારી કામમાં વ્યસ્ત થતા તસ્કર 3 લાખની રકમ ઉઠાવી ફરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થેલામાં મુકેલી રોકડ રકમ ઉઠાવીને તસ્કર ફરાર
  • વેપારીએ ચોરી થયાના એક માસ બાદ પોલીસ ફરિયાદ નોંધાવી

ખેરાલુમાં આવેલ વૃંદાવન ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં એક માસ પહેલા ગેરેજ એન્ડ ઓટો પાર્ટ્સની દુકાનમાં અજાણ્યો ઈસમ ગ્રાહક બની આવી ગેરેજમાં ઘુસી વેપારીએ ટેબલ પર મુકેલા 3 લાખથી વધુની રકમનો થેલો લઇ રફુચક્કર થતા વેપારીએ ખેરાલુ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી.

ખેરાલુમાં એક માસ અગાઉ વૃંદાવન ચોકડી પાસે રાધે કોમ્પલેક્ષમાં આવેલ ઓનેસ્ટ ઓટો પાર્ટ્સ એન્ડ ટ્રેકટર ગેરેજ ની દુકાન આવેલી છે. જેમાં વેપારીએ એરંડા અને રાયડાના તેમજ ગેરેજ ના કામ ની મજૂરી તેમજ ગેરેજ નો કેટલોક વકરો મળી કુલ 3 લાખ થી વધુ ની રકમ ભેગી કરી પોતાની બેગ માં મૂકી હતી જોકે સવાર નો સમય હોવાથી ગેરેજ માં સાફ સફાઈ નું કામ ચાલી રહ્યું હતું જોકે એ દરમિયાન કોમ્પલેક્ષ માં એક અજાણ્યો ઈસમ આ ગેરેજ માં બજાર મુકેલા ખાટલા માં બેસી વેપારી ને કહેલ કે મારું ટ્રેકટર રિપેરિંગ માં આવે છે જોકે ગ્રાહક સમજી વેપારી અન્ય ટ્રેકટર આવતા તેને જોવા ગયો હતો.

એ સમય ગાળા દરમિયાન વેપારી એ ગેરેજ ના ટેબલ પર મૂકેલ એક થેલા માં રહેલા રૂપિયા 3 લાખ 90 હજાર અને કેટલાક જરૂરિયાત વાળા ડોક્યુમેન્ટ થેલા માં ભરી થેલો ટેબલ પર મુક્યો હતો જેથી ગ્રાહક ના વેશ માં આવેલ ચોરે ટેબલ પર મુકેલો પૈસા ભરેલો થેલો ઉઠાવી રફુચક્કર થતા વેપારી ને જાણ થતાં વેપારી ના પગ નીચે થી જમીન સરકી ગઈ હતી જોકે સમગ્ર મામલે વેપારી એ એક મહિના બાદ ખેરાલુ પોલીસ મથક માં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...