બાઇકચોરીનો ભેદ ઉકેલાયો:મહેસાણાના ભોંયરાવાસ નજીકથી ચોરીના બે બાઇક સાથે તસ્કર ઝડપાયો, લોકલ ક્રાઇમ બ્રાંચની સફળ રેડ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરે ચોરીના બાઈક પોતાના ઘર આંગણે પાર્ક કર્યાં હતાં
  • ટીમે બે બાઇક સહિત એક તસ્કરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

મહેસાણા શહેરમાં આવેલા ભોંયરાવાસ નજીક લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક તસ્કરને ચોરીના બે બાઈક સાથે ઝડપી લીધો હતો. તસ્કર પોતાના ઘરે બે બાઈક પાર્ક કરી ઘરમાં હતો, એ દરમિયાન બાતમી આધારે લોકલ ક્રાઇમ રેડ મારી આરોપીને ઝડપી લીધો હતો.

મહેસાણા શહેરમાં થોડા દિવસ અગાઉ બાઈક ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ત્યારબાદ આરોપીને ઝડપવા પોલીસ તપાસ કરી રહી હતી, એ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે ભોંયરાવાસ પાસે જૂની પોલીસ લાઈન નજીક રહેતા વિજય ઉર્ફે શક્તિ ઠાકોરના ઘરે બે બાઇક શંકાસ્પદ હાલતમાં બાઇક પડેલાં છે.

બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમી વાળી જગ્યા પર જઈ રેડ મારી હતી. રેડ દરમિયાન એલસીબીએ ઘર બહાર બે બાઇક જોયાં હતાં. જ્યાં ચોરી કરનારો આરોપી પણ ઘર પાસેથી મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. ટીમે બે બાઇક સહિત એક તસ્કરને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...