કાર્યવાહી:મહેસાણા અને કડીમાં કરીયાણાની 2 દુકાનના તાળાતોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર ઝડપાયો

મહેસાણા6 મહિનો પહેલા
  • તસ્કરે 6 ગેસના બાટલા મળી કુલ 1 લાખ 69 હજારની ચોરી કરી હોવાની કબૂલાત કરી

મહેસાણા તેમજ કડીમાં કરીયાણાની દુકાનના તાળા તોડી રોકડ રકમ અને સામાનની ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર ઝડપાયો છે. મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે કડી ખાતેથી બાતમીના આધારે તસ્કરને ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા એસઓજીની ટીમ કડી ખાતે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન કરીયાણાની દુકાનમાં ચોરી કરનાર ઈસમ અંગે બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે પોલીસે કરણ નગર રોડ પાસેથી શેખ અબ્દુલહમીદને ઝડપી લીધો હતો.

પોલીસે આરોપીની સંઘન પૂછપરછ કરતા આરોપીએ ત્રણ મહિના અગાઉ રાત્રે પોતાના સાગરીતો સાથે ભેગા મળીને કડી છત્રાલ રોડ પર એક કરીયાણાની દુકાનનું શટર તોડી સમાન સહિત કુલ 1 લાખ 72 હજાર 610ની મત્તાની ચોરી કરી હતી. તેમજ તે જ દિવસે મહેસાણા પાસે આવેલા જગુદણ ગામમાં પણ કરીયાણાની દુકાનને નિશાન બનાવી 6 ગેસના બાટલા મળી કુલ 1 લાખ 69 હજારની મત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમે ઝડપાયેલા આરોપી પાસેથી 2 ગેસના બાટલા કબ્જે કરી આરોપી શેખ અબ્દુલહમીદને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...