તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારના પડઘમ:મહેસાણા મુકી ઊંઝામાં પ્રચાર કરશે સ્મૃતિ ઇરાની, મતદારોને ભાજપ તરફી કરવા કેન્દ્રીય નેતાઓ ઉતારવા પડ્યા

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ઊંઝામાં ચૂંટણી સભા સંબોધવા માટે આવશે, સ્મૃતિ ઇરાનીની ફાઈલ તસવીર - Divya Bhaskar
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ઊંઝામાં ચૂંટણી સભા સંબોધવા માટે આવશે, સ્મૃતિ ઇરાનીની ફાઈલ તસવીર
 • ઊંઝામાં ભાજપ માટે મોટું જોખમ હોવાના કારણે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની આજે સાંજે ચૂંટણી પ્રચાર કરવા માટે આવશે

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે સાંજે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની જિલ્લામાં પ્રચાર અર્થે આવી રહ્યાં છે. જેને લઇને સ્થાનિક ભાજપે તમામ તૈયારીઓ કરી દીધી છે. જોકે સ્મૃતિ ઇરાનીની ચૂંટણી સભા મહેસાણામાં નહીં પરંતુ ઊંઝામાં ગોઠવવામાં આવતા અનેક તર્કવિતર્કો લગાવવામાં આવી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે, જિલ્લામાં ભાજપ માટે ઊંઝામાં મોટું જોખમ હોવાથી કેન્દ્રીયમંત્રીઓને ઉતારવા પડ્યા છે અને મતદારોને ભાજપ તરફી કરવા માટે મહેસાણાના બદલે ઊંઝામાં સભા ગોઠવવામાં આવી છે.

સાંજે 6 વાગ્યે જાહેરસભા
કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની ઊંઝામાં ચૂંટણી સભા સંબોધવાના હોવાથી ઊંઝા ભાજપ દ્વારા શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યા છે. સ્મૃતિ ઇરાની ઊંઝા આવવાના હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. આજે સાંજે 6 વાગ્યાની આસપાસ વડીપરા ચોક ખાતે સ્મૃતિ ઇરાનીની જાહેરસભા યોજાવાની છે.

એક જ મુલાકાતમાં ઊંઝામાં દર્શન, ઉદ્ઘાટન અને રેલી પ્રસ્થાન કરાવશે
ઊંઝા ભાજપના આંગણે યોજાનાર સ્મૃતિ ઈરાનીનો ચૂંટણી પ્રચાર પાટીદારોને આકર્ષવા માટે થઈ રહ્યો છે, જેમાં ખાસ ઉમિયા માતાજીના દર્શન અને ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંઝામાં ભાજપની સામે અપક્ષની મજબૂત પેનલ સક્રિય છે. ત્યારે સ્મૃતિ ઇરાની દ્વારા કરવામાં આવેલો પ્રચાર આ વિસ્તારમાં કેટલો અસરકારક રહેશે તેના પર બધાની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો