આગામી આવતા હોળી ધુળેટીના તહેવારોને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ હાલમાં ગુજરાતના અલગ અલગ વિસ્તાર પેટ્રોલીગ કરી રહ્યા છે.ત્યારે આજ રોજ સ્ટેટ મોનીટર સેલની ટીમે મહેસાણા જિલ્લાના આવેલા સતલાસણા ગોઠડા ગામ જવાના માર્ગ પર વિદેશી દારૂ વેંચતા શખ્સ ના ત્યાં દરોડો પાડી કાર્યવાહી કરતા ચકચાર મચી જવા પામી છે.
સતલાસણા ગોઠડા ગામ તરફ જવાના માર્ગ ગુણવંત સિંહ ઉર્ફ ધવલ સિંહ વિજય સિંહ ચૌહાણ સતલાસણા ગામની સીમમાં અવાવરું જગ્યા પર વિદેશી દારૂ મંગાગી જથ્થો ઝાડી ઝાંખરાઓ માં સંતાડી રાખી પોતાના મળતીયા માણસો સાથે દારૂનો છૂટક વેપાર કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને થતા ટીમે રેડ મારી હતી.
રેડ દરમિયાન બે શખ્સ મળી આવ્યા હતા.જેમાં આજુબાજુ માં તપાસ કરતા ઝાડીઓ માંથી દારૂ ભરેલા 3 થેલા મળી આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ દરમિયાન જ્યેન્દ્ર સિંહ ચૌહાણ,રવિ કુમાર નાઈ ઝડપાઇ ગયા હતા. રેડ દરમિયાન સ્ટેટ મોનિટરીગ સેલની ટીમે 12,555 રૂપિયાના બિયર , મોબાઈલ નંગ 6કિંમત 21,000, વિદેશી દારૂના વેચાણ ના રોકડા 6,010, થતા વાહન 2 કિંમત 50,000 મળી કુલ 89,565 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે બુટલેગર બીજો વિદેશી દારૂનો મુદ્દામાલ ધરોઈ ડેમ તરફ મુકેલ હોવાનું સામે આવતા પોલીસે ધરોઈ ડેમ પાસે જવાના રોડ પાસે આવેલ રાજવીર ચીકન ઢાબા નામની હોટેલ પાછળ રેડ મારતા વિદેશી દારૂ સાથે બે ઈસમ ઝડપાઇ ગયા હતા.સ્થળ પરથી રેડ દરમિયાન શિવાભાઈ મગનભાઈ સેનમાં, અને ચેહર સિંહ ઠાકર સિંહ ચૌહાણ,ને ઝડપયા હતા જેમાં વિદેશી દારૂ ગુણવત સિંહ ઉર્ફ ધવલ સિંહ નો જણાવ્યું હતું.સ્થળ પરથી ટીમે વિદેશી દારૂ ઝડપી લીધો હતો. હાલમાં જ્યેન્દ્ર સિંહ મોડ સિંહ ચૌહાણ,રવિકુમાર કાંતિભાઈ ચૌહાણ,શિવાભાઈ ઠાકર સિંહ સેનમાં,ચેહર સિંહ ઠાકર સિંહ ચૌહાણ,ગુણવંત સિંહ ઉર્ફ ધવલ સિંહ ચૌહાણ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.