ઠંડીની વિદાય:ઉનાળાનું ધીમા પગલે આગમન, દિવસનું તાપમાન 31.1

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડી 1 ડિગ્રી સુધી ઘટતાં તાપમાન 12.3 થી 13.3 ડિગ્રીની વચ્ચે રહ્યું

ઉત્તર ગુજરાતમાં ઠંડી વિદાય લઇ રહી હોય તેમ રવિવારે વધુ 1 ડિગ્રી સુધી ઘટી હતી. જ્યારે ઉનાળાનું ધીમા પગલે આગમન થઇ રહ્યું હોય તેમ ગરમીમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. આ સાથે ઠંડીના ચમકારા વચ્ચે તાપમાન 12.3 થી 13.3 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

તેમજ ગરમીનો પારો 29.3 થી 31.1 ડિગ્રી પહોંચતાં બપોરના સમયે ગરમી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે. ત્યાર બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...