તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઉત્તર ગુજરાત વીજકંપનીના કર્મચારીઓના ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇલેક્ટ્રીસિટી એક્ટ-2003ના સુધારા બિલ-2021ના વિરોધમાં દેખાવો

ઇલેક્ટ્રીસિટી એક્ટ-2003ના સુધારા બિલ-2021ના વિરોધમાં દેશભરમાં વિજ કામદાર સંગઠનો દ્વારા મંગળવારે સૂત્રોચ્ચાર,દેખાવોના કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. જેમાં મહેસાણામાં ઉત્તર ગુજરાત વીજ કંપની વડામથક આગળ તમામ એસો.ના હોદ્દેદારોએ એકઠા થઇને વીજ કંપનીનું ખાનગીકરણ બંધ કરો સહિતનો સૂત્રોચ્ચાર કર્યો હતો.

મહેસાણા યુજીવીસીએલ કચેરી આગળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જીઇબી એન્જીનીયર્સ એસો, જીઇબી સુપરવાઇઝર સ્ટાફ એસો, વીજળી કર્મચારી મહામંડળ, ગુજરાત વિદ્યત કર્મચારી ઉત્કર્ષ મંડળ દ્વારા સંયુક્તરીતે બપોરે 2 થી 2.30 દરમ્યાન વીજકંપનીઓના ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર કરાયો હતો.

જેમાં ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બિલ 2021 સુધારાના વિરોધમાં પ્રદર્શન કરતાં યુનિયનોના હોદ્દેદારો, કર્મચારીઓ દ્વારા ખાનગીકરણનું એક જ ધ્યેય નફા માટે મોંઘી વીજળી, અન્યાય સામે એક જ અવાજ ખાનગીકરણ બંધ કરો, ગુંડા રાજ આયેગા.. ભારે વીજ બિલ વસૂલા જાયેગા., જનતાનું હિત જુઓ ઉદ્યોગપતિઓનું નહીં જેવા સૂત્રો પોકારીને વિરોધ પ્રદર્શિત કરીને શાંતિપૂર્ણરીતે અડધો કલાકમાં સૂત્રોચ્ચાર કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...