દુર્ઘટના:મહેસાણામાં મોઢેરા રોડ પર સુવર્ણધામ ફ્લેટનો સ્લેબ તૂટી બાઇક પર પડ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 4 વાગ્યાનો સમય હોઈ મોટી દુર્ઘટના ટળી

મહેસાણા મોઢેરા રોડ પર એફસીઆઇ ગોડાઉન ની બાજુમાં આવેલ સુવર્ણ ધામ ફ્લેટમાં ટાવર બી ભાગના આવેલા બીજા અને ત્રીજા માળ વચ્ચેના ફ્લેટના આગળના ભાગે જર્જરિત છજાનો સ્લેબ સવારે ચાર વાગ્યે એકા એક તૂટી નીચે પડ્યો હતો.

જેમાં નીચે એક બાઈક ઉપર પડતા બાઇકને નુક્સાન થયું હતું. છજાનો સ્લેબ તૂટી પડવાના અવાજથી ફ્લેટોમાં સુતા સૌ રહીશો જાગી બહાર દોડી આવ્યા હતા. આ અંગે મહેસાણા પાલિકા ફાયર ટીમને જાણ થતા સ્થળ પર દોડી ગઈ હતી અને ફ્લેટમાં સજા સાઈડ લટકેલો ભાગ ઉતારી લઈને જોખમ હળવું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...