તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:મહેસાણા ટ્રેનિંગમાં આવેલા સિક્કિમ કોલેજનાં છ છાત્રો ફસાયા

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મણિપુર, મેઘાલય અને ત્રિપુરાના વિદ્યાર્થીઓ કલેકટર કચેરીમાં વતન જવા મંજૂરી માંગી

સિક્કિમ એગ્રીકલ્ચર કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ માટે ફેબ્રુઆરીથી મહેસાણા ખાનગી ડેરીમાં તાલીમ મેળવી રહ્યા હતા. તેમની તાલીમ પૂર્ણ થતાં વતન જવા મંજૂરી માટે બુધવારે મહેસાણા કલેકટર કચેરી આવ્યા હતા. પરંતુ લોકડાઉનમાં પૂર્ણ રીતે ટ્રેન વ્યવહાર શરૂ થયો ન હોઇ ત્રિપુરા અને મેઘાલયના ત્રણ અને મણિપુરના ત્રણ મળી છ છાત્રો ફસાયા છે. તો પશ્ચિમ  બંગાળ જવા માટે પરપ્રાંતિય શ્રમિકો પણ કલેક્ટર કચેરી આવ્યા હતા પણ નિરાશ જોવા મળ્યા હતા.
ટ્રેનની વ્યવસ્થા થયા બાદ પરત જઇ શકાશે તેમ જાણી વિદ્યાર્થીઓ પરત ટ્રેનિંગ સ્થળે ગયા
મહેસાણા કલેકટર કચેરી સામે જુના કોર્ટ કંપાઊન્ડમાં બુધવારે બપોરે બેઠેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે સિક્કિમ એગ્રીકલ્ચર કોલેજ માં અભ્યાસ કરીએ છીએ .જેના ભાગરૂપે ઇન્ડસ્ટ્રિઅલ ટ્રેઇનિંગ હોય ફેબ્રુઆરીથી અહીંયા ભારત ડેરીમાં ટ્રેનિંગ ચાલુ હતી ત્રણ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે. હવે વતન જવા અરજી કરી છે. ટ્રેનની વ્યવસ્થા થયે પરત જઇ શકશે તેમ જણાવાતાં તેઓ તેમના આશ્રય સ્થળ તરફ પરત ફર્યા હતા.
છ મહિના પહેલાં જ આવેલું બિહારનું દંપતી કામ નહીં મળતાં પરત વતન જવાની તૈયારીમાં 
બિહારના પટનાનાં માહી અને નૂરઆલમ બુધવારે કલેકટર કચેરીમાં બિહારની ટ્રેન અંગે પૃચ્છા કરવા આવ્યા હતા. નૂરઆલમે કહ્યું, બિહારથી છ મહિના પહેલાં જ દેદિયાસણ જીઆઈડીસીમાં કામે આવ્યા હતા અને લોકડાઉન આવતાં કામ મંદુ છે. એક-બે દિવસ કામ મળે પછી થોડા દિવસ બેસી રહેવું પડે એટલે તકલીફ પડે છે. વતન જવા  દસેક દિવસ પહેલાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટ્રેન અંગે પૂછવા  આવ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો