તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લાંઘણજની સીમમાંથી 1.64 લાખના મુદ્દામાલ સાથે 6 જુગારીયા ઝડપાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

લાંઘણજ પોલીસે બુધવારે સાંજે લાંઘણજ ગામની સીમમાં અાવેલા પટેલ કિરીટભાઇ રસીકભાઇ (રહે.પારસા, તા.માણસા) ના ખતેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે સાંજે 4.30 કલાકની અાસપાસ રેડ કરતાં 6 શખ્સો ઝડપાયા હતા.પોલીસે અા જુગારધામમાંથી રૂ.1.21 લાખની રોકડ, દાવ પર લાગેલા રૂ.40 હજાર અને રૂ.3 હજારની કિંમતના 3 મોબાઇલ મળી કુલ રૂ.1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અા મામલે પોલીસે ઝડપાયેલા 6 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા જુગારી
વિપુલ ખોડાભાઇ પટેલ (રહે.પારસા, તા.માણાસા)
અમરત અાત્મારામ પટેલ (રહે.ગોઝારીયા
સંજય બળદેવભાઇ પટેલ (રહે.પારસા)
મયંક કિરીટભાઇ પટેલ (રહે.પારસા
રાજેન્દ્ર અંબાલાલ પટેલ (રહે.પારસા)
વિશાલભાઇ બચુભાઇ પટેલ (રહે.બાપુનગર, અમદાવાદ)

અન્ય સમાચારો પણ છે...