સાહેબ... પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની મારી પહેલી અને સૌપ્રથમવારની ફરજ હોય મને આ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી... આ શબ્દો છે જિલ્લાના એક સરકારી કર્મચારીના કે જેને ચાલુ વિધાનસભાની ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવવા માટે કરેલી અરજીમાં રજૂ કરેલ બહાનાના છે.
ચૂંટણીમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોટેભાગે શિક્ષકો, એલઆઇસી સ્ટાફ, બેન્કિંગ, ઓએનજીસી સહિત સરકારી વિભાગના કર્મચારીઓને ફરજ સોંપાતી હોય છે. પરંતુ દરેક ચૂંટણી સમયે કેટલાક સરકારી બાબુઓ એવા હોય છે કે ઓળખાણ લાગવગ કે પછી અલગ અલગ બહાના અને કારણ હેઠળ ચૂંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા અરજી કરતા હોય છે. ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં પણ મહેસાણા જિલ્લાની સાત બેઠકો પર યોજનારી ચૂંટણીમાં અલગ અલગ સરકારી વિભાગના 8000થી વધુ કર્મચારીઓના ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવાના ઓર્ડરો તંત્ર દ્વારા કરાયા છે.
તે પૈકી 450થી વધુ કર્મચારીઓએ કોઈનું કોઈ કારણ સાથેની અરજી રજૂ કરી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગી છે. ત્યારે જિલ્લાના ચૂંટણી તંત્ર અને ઉચ્ચ અધિકારી દ્વારા દરેક વિધાનસભામાંથી આવેલી આવી અરજીઓની સ્કૂટીની કરી નિકાલ કરવાની કામગીરી બુધવારે હાથ ધરવામાં આવી છે. મોટેભાગે તો બહાના કે પછી ઉપર રજૂ કરેલ વિચિત્ર કારણો હેઠળ આવતી તમામ અરજીઓના મંજૂર કરીને આવા સરકારી બાબુઓને તંત્ર દ્વારા ચૂંટણીમાં ખાસ કામગીરી સોંપવામાં આવી રહી છે.
કેટલાક કિસ્સાઓમાં વાજબી કારણ પણ હોય છે
ચાલુ ચૂંટણી સમયે પણ ચૂંટણી તંત્ર સમક્ષ આવેલી અરજીઓ પૈકી કેટલી અરજીઓમાં ગંભીર બીમારી અંગે મેડિકલ પુરાવા સાથેનું જેન્યુન કારણ રજૂ કરવામાં આવ્યું હોય છે. તેવા કિસ્સામાં તે કર્મચારીઓને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવામાં આવતી હોય છે તેમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.