લગ્ન એ સમાજ વ્યવસ્થાનો પાયો છે, લગ્ન એટલે જોડાણ મિલન. મોંઘવારીના સમયમાં ખાસ કરીને લગ્નમાં થતાં મોટા ખર્ચા આર્થિક રીતે નબળા પરિવારો માટે બોજ સમાન બની જાય છે, ત્યારે આવા ખર્ચા નાબૂદ થાય અને ગરીબ પરિવારો પણ પોતાના દીકરા- દીકરીના ઉલ્લાસ સાથે લગ્ન કરાવી શકે એ હેતુ સાથે છેલ્લા 24 વર્ષથી સમૂહ લગ્નોત્સવ યોજતા 15 ગામ રાજપૂત સમાજનો 25મો રજત જ્યંતી સમૂહ લગ્નોત્સવ વિહાર ચોકડી ખાતે રાજપૂત સમાજની વાડીમાં યોજાયો હતો. જેમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ આ 15 ગામ રાજપૂત સમાજનાં 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
આ પ્રસંગે સમાજ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર દાતાઓ, સરકારી નોકરી મેળવનાર સમાજના યુવક- યુવતીઓ અને શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું પણ સન્માન કરાયું હતું. સમાજનો આ રજત જ્યંતી સમૂહ લગ્નોત્સવ હોવાથી ખાસ આયોજન કરાયું હતું, જેમાં દરેક દીકરીઓ માટે અલગથી દાતાઓએ 51 હજાર રૂપિયાનું કરિયાવર આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સમાજના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.