તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Significance Of Board Result Decreases In Weightage Of Knit And JEE, Distribution Of Marksheet Of Standard 12 Science Stream Started

માર્કશીટ:નીટ અને જેઇઇના વેઇટેજમાં બોર્ડનું પરિણામનું મહત્વ ઘટ્યું, ધો.12 ની વિજ્ઞાન પ્રવાહની માર્કશીટ વિતરણ શરૂ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ગુરુવારે ધો. 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની માર્કશીટ વિતરણ કરાઈ હતી. શાળાઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ રીતે શિક્ષક મારફતે 20 વિદ્યાર્થીઓને બોલાવીને માર્કશીટ વિતરણ શરૂ કરાયું હતું .વધુ સંખ્યા ધરાવતી શાળામાં રવિવાર સુધી માર્કશીટ વિતરણ કરાશે.

ધોરણ 12 બી ગ્રુપમાં મેડિકલ અને પેરામેડિકલ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ નીટની તૈયારીમાં લાગ્યા હોય તેમજ એ ગ્રુપના ઇજનેરી લાઈનમાં આઈઆઈટીમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ જેઇઇની તૈયારીમાં લાગ્યા હોઈ માર્કશીટ લેવામાં ખાસ ઉત્સાહ જોવા મળ્યા ન હોતા. કારણકે મેડિકલ-પેરામેડિકલ પ્રવેશ માટે નીટ નું જ મેરીટ ધ્યાને લેવાય છે ધો.12 શિક્ષણ બોર્ડની પરીક્ષાનું વેઇટેજ પાર્સિંગ (50%)પૂરતું સીમિત બન્યું છે. જ્યારે આઇઆઇટી ઇજનેરીમાં જવા બોર્ડ પરીક્ષામાં 75 ટકા જરૂરી છે તેના માટે જેઇઇ  આધારે એડમિશન થાય છે એટલે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં થિયરીની તૈયારીથી વધુ નીટ કે જેઇઇની તૈયારીમાં હોવાથી પાસિંગ જેટલું જ મહત્વ  ધરાવતી હોઇ તેવો માહોલ જોવા મળ્યો હતો .

અન્ય સમાચારો પણ છે...